Sunday, September 19, 2010

લડાઈ બે લોચાની

[Writing something in Gujarati on this blog for the first time.]

જીવનના બધા લોચા, હોય ગમે તેવા મોટા
કારણ ઍમનું હશે શરીરના બે નાના લોચા

માંસનો ઍક લોચો છે છાતીમાં, નરમ
ને બીજો છે માથામાં, ભારે ગરમ

ઍક હોય છે તરબોળ લાગણીમાં, વિચાર્યા વિના
ને બીજો ગરકાવ છે ગણિતમાં, સમજ્યા વિના

છાતીમાં ઉઠતા વમળોને નથી હોતી કોઈની પરવાહ
ને માથામાં ભમતા સવાલોને જોઇઍ છે વ્યાજબી તર્ક

જ્યારે માથું ફેંકે સવાલોના પથરા છાતીના વમળોમાં
ત્યારે નક્કી સમજો, થઈ જવાના જીવનમાં લોચા

No comments: